ચૂંટણી પંચ બુધવારે બપોરે 2.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન પંચ નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ત્રણેય રાજ્યોમાં ફેબ્રુઆરીના મધ્યમાં ચૂંટણી થઈ શકે છે. ચૂંટણી પંચના અધિકારીઓ 11 જાન્યુઆરીએ સૌથી પહેલા ત્રિપુરા પહોંચ્યા હતા. અહીંથી નાગાલેન્ડ અને છેલ્લે મેઘાલયની મુલાકાત લીધી હતી. વાસ્તવમાં આ ત્રણ રાજ્યોમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે. આ પછી, શક્ય છે કે એપ્રિલ-મે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય. મે મહિનામાં કર્ણાટક અને ત્યારબાદ નવેમ્બરમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમ બાદ તેલંગાણા અને રાજસ્થાનમાં વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.


