Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરનો ચકચારી ગોસાબારા લેન્ડીંગ કેસ : પોલીસે અદાલતમાં હેન્ડ ગ્રેનેડ અને કારતૂસ...

જામનગરનો ચકચારી ગોસાબારા લેન્ડીંગ કેસ : પોલીસે અદાલતમાં હેન્ડ ગ્રેનેડ અને કારતૂસ રજૂ કર્યા

વિસ્ફોટકો રજૂ કરતી વખતે સલામતિના કારણોસર કોર્ટની લોબી ખાલી કરાવવામાં આવી

જામનગર પોલીસે 29 વર્ષ પહેલા સુરત નજીકના વરિયાવ ગામના અવાવરૂ મકાનમાંથી પકડી પાડેલા 19 હેન્ડગ્રેનેડ અને 720 નંગ કારતુસના જથ્થા અંગે ટાડા કાયદા હેઠળ નોંધાયેલા કેસમાં ગઇકાલે ભરી અદાલતમાં હેન્ડગ્રેનેડો અને કારતુસો રજૂ કરતાં પહેલા કોર્ટની લોબીમાંથી માણસો દૂર કરાયા હતાં.

- Advertisement -

આ કેસમાં 1993માં પંચ બનેલા સાક્ષી સમક્ષ દારુગોળો રજૂ થતાં તેણે તે ઓળખી બતાવ્યો હતો. આમ ગોસાબારા આરડીએક્સ લેન્ડીંગ કેસની ઉંડી તપાસ બાદ નોંધાયેલા અન્ય ટાડાના કેસમાં ગઇકાલે બે પૈકીના એક સાક્ષીનું નિવેદન કેસના ખાસ સરકારી વકીલ તુષાર ગોકાણી રુબરુ અદાલતમાં લેવામાં આવ્યું હતું.

ટાડાના 1993ના કેસની વિગતો મુજબ મુંબઇમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટની આતંકી ઘટના બાદ દેશની સુરક્ષા એજન્સીઓએ આ આતંકી હુમલાની તપાસમાં ઝંપલાવ્યા બાદ સમગ્ર હુમલાની તપાસમાં ઝંપલાવ્યા બાદ સમગ્ર હુમલાનું કાવતરું દુબઇમાં ઘડાયું હોવાનું અને પોરબંદર નજીકના ગોસાબારા અને અન્ય મહારાષ્ટ્રમાં અન્ય સ્થળે વિસ્ફોટ આરડીએક્સ લેન્ડીંગ કરીને તેને ટ્રાન્સપોર્ટ કરીને મુંબઇ લાવીને હુમલામાં વપરાયું હોવાનું સામે આવ્યા બાદ જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં 151/93 નંબરથી એફઆઇઆર નોંધાઇ હતી. બાદમાં તપાસમાં જેમ-જેમ નામ ખુલતા ગયા તેમ-તેમ તે તમામ આરોપીઓ સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ દરમિયાન જામનગર પોલીસે સુરતના અહેમદ નામના એક આરોપીની કબુલાતના આધારે સુરત નજીકના વરિયાવ ગામે એક અવાવરું મકાનના ફળિયામાં દાટેલા 19 હેન્ડગ્રેનેડ અને 720 કારતુસોનો જથ્થો 1993ના ઓગસ્ટ માસમાં પંચો રુબરુ કબજે કર્યો હતો. બાદમાં આ કેસ હવે પુરાવા ઉ5ર આવતાં ગઇકાલે જામનગરની ટાડા કોર્ટમાં ઉપસ્થિત બે પૈકીના એક પંચએ સરકારપક્ષે રજૂ કરાયેલા હેન્ડગ્રેનેડ અને કારતુસોને ઓળખી બતાવ્યા હતાં. (બીજા પંચનું વિતેલા સમયમાં અવસાન થયું છે) જે અંગે તેનું નિવેદન લેવાયું હતું. ટાડા કેસોના ખાસ સરકારી વકીલ તરીકે રાજકોટના તુષાર ગોકાણી સરકારપક્ષે રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular