Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ઠંડીથી ઠુઠવાઈ જતાં વૃદ્ધાનું મોત

જામનગર શહેરમાં ઠંડીથી ઠુઠવાઈ જતાં વૃદ્ધાનું મોત

છેલ્લાં ત્રણ-ચાર દિવસથી હાજા ગગડાવતી ઠંડી : ઠંડીથી જનજીવન ખોરવાયું : વૃદ્ધાનું વધુ પડતી ઠંડીના કારણે પ્રાથમિક તારણ : ગોકુલનગરમાં વીજશોકથી યુવાનનું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ઠંડીનું જોર વધ્યું હતું અને શહેરમાં પણ તાપમાન સિંગલ ડીજીટમાં પહોંચી ગયું હતું. સીઝનની સૌથી વધુ ઠંડી સોમવારે 7 ડિગ્રી નોંધાઈ હતી. દરમિયાન રખડતુ ભટકતુ જીવન નિર્વાહ કરતા વૃદ્ધા રણજીત રોડ પર આવેલી એક દુકાનના ઓટલા પર બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. ગોકુલનગર વિસ્તારમાં વાયરીંગ કરતા સમયે વીજશોક લાગતા ઈલેકટ્રીક કામ કરતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડી વધી ગઈ હતી અને છેલ્લાં ચાર-પાંચ દિવસથી ઠંડી અને બેઠો ઠાર તથા કાતિલ પવનને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ઠંડીમાં શહેરના રસ્તાઓ રાત્રિના સમય દરમિયાન સુમસામ બની ગયા હતાં. વધતી જતી ઠંડીના કારણે લોકોની સાથે પશુ-પક્ષીની હાલત પણ દયનીય બની ગઈ હતી. દરમિયાન સોમવારે શહેરમાં સીઝનની સૌથી વધુ ઠંડી 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મંગળવારે સવારના સમયે જામનગરના રણજીત રોડ પર આવેલી જમુના અગરબતીના ઓટલા પર નિંદ્રાધિન અને રખડતુ ભટકતુ જીવન જીવતા આશરે 60 વર્ષના વૃદ્ધાનું બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. બનાવની હિતેશગીરી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા વૃધ્ધાનું મોત વધુ પડતી ઠંડી લાગી જવાથી નિપજ્યાના પ્રાથમિક તારણના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વૃધ્ધાની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ,જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા ખોડિયાર પાર્કમાં રહેતો અને ઈલેકટ્રીક કામ કરતો જસ્મીત સુરેશભાઈ ભંડેરી (ઉ.વ.27) નામનો યુવાન સોમવારે સાંજના સમયે ગોકુલનગર મેઈન રોડ પર વાયરીંગ કામ કરતો હતો તે દરમિયાન એકાએક વીજશોક લાગતા ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ જયદીપ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular