વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિનું અવસાન થયુ હતું. વિશ્ર્વની સૌથી વૃદ્ધ મહિલા લ્યુસિલ રેન્ડનનું 118 વર્ષની વયે અવસાન થયું છે. એક ખાનગી એજન્સીએ આ માહિતી આપી હતી. ફ્રેન્ચ મહિલા રેન્ડન સિસ્ટર આન્દ્રે તરીકે પણ જાણીતી હતી. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1904ના રોજ થયો હતો. એક ખાનગી સમાચારની એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ફ્રેન્ચ લ્યુસિલ રેન્ડનનું ગઈકાલે 118 વર્ષની વયે અવસાન થયું હતું.
ડેવિડ તાવેલાએ જણાવ્યું હતું કે તેમણે ટુલોનના નર્સિંગ હોમમાં અંતિમ શ્વાસ લીધા હતા અને તે ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. લ્યુસિલ રેન્ડનને પ્રિય ભાઈને મળવાની તીવ્ર ઈચ્છા હતી. લ્યુસીલ રેન્ડને વર્ષ 1923માં 19 વર્ષની વયે કેથલિક ધર્મ અપનાવ્યો હતો. તેમણે બાદમાં 1944માં ડોટર્સ ઑફ ચેરિટી સાથે ધાર્મિક જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ વૃદ્ધ મહિલા અગાઉ જાપાનની કેન તનાકા વિશ્ર્વની સૌથી વૃદ્ધ મહિલા હતી. તનાકાનું ગયા વર્ષે 119 વર્ષની વયે અવસાન થયું હતું. તે વિશ્વની સૌથી લાંબુ આયુષ્ય ધરાવતી મહિલા હતી. ગત વર્ષે એપ્રિલ 2022માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે સત્તાવાર રીતે તેમને સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે માન્યતા આપી હતી.