Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસિવિલ વિવાદમાં SC,ST એકટ લાગુ નહીં : સુપ્રિમ કોર્ટ

સિવિલ વિવાદમાં SC,ST એકટ લાગુ નહીં : સુપ્રિમ કોર્ટ

- Advertisement -

સર્વોચ્ચ અદાલતે એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે એસસી, એસટી એક્ટ સિવિલ વિવાદમાં લાગુ કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ સમુદાયની વ્યક્તિ ઉચ્ચ જાતિ સમુદાયના સભ્ય વચ્ચે ખોટી રીતે નાગરિક વિવાદને એસસી અને એસટી એક્ટના દાયરામાં લાવીને આ કાયદાને હથિયાર બનાવી શકે નહીં. પી.ભક્તવતચલમ જે અનુસુચિત જાતિ સમુદાય સાથે સંબંધિત છે અને તેમણે એક ખાલી જમીન પર ઘર બનાવ્યું હતું. તે પછી ઉચ્ચ જાતિના સમુદાયના સભ્યોએ તેની બાજુની જમીન પાસે એક મંદિર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
મંદિરના સંરક્ષકોએ ફરિયાદ નોંધાવી હતી કે ભક્તવતચલમે બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરીને તેમના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે અનધિકૃત બાંધકામ કર્યુ છે. આના જવાબમાં પી. ભક્તવતચલમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે જાહેર રસ્તાઓ, ગટર અને પાણીની પાઈપલાઈન પર અતિક્રમણ કરીને મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉચ્ચ જાતિના લોકો તેને હેરાન કરવા માટે તેના ઘરની બાજુમાં મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. પી. ભક્તવતચલમે તેમની ફરિયાદમાં એ પણ જણાવ્યું હતું કે તેમને તેમની મિલકતનો શાંતિપૂર્ણ આનંદ લેવાથી એટલા માટે વંચિત રાખવામાં આવી રહ્યો છે કારણ કે તે જઈ સમુદાયમાંથી આવે છે.એગ્મોર, ચેન્નાઈમાં એક મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓને સમન્સ પાઠવ્યા હતા જેઓ કથિત રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની ઘણી જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા પાઠવવામાં આવેલ સમન્સ સામે અપીલ પર મદ્રાસ હાઈકોર્ટે ઉચ્ચ જાતિના સમુદાયના આરોપીઓને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની સુપ્રીમ કોર્ટની બેન્ચે અપીલને મંજૂરી આપી હતી અને આરોપીઓને પાઠવેલા સમન્સને રદ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીવિલ વિવાદના આ કેસમાં જઈ અને જઝ એક્ટ અધિનિયમ હેઠળ જાતિ ઉત્પીડનના મામલે કેસમાં બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular