Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપીજીવીસીએલ સ્પોર્ટસ એન્ડ રિક્રીએશન કલબ દ્વારા કેરમ ટૂર્નામેન્ટ યોજાઈ

પીજીવીસીએલ સ્પોર્ટસ એન્ડ રિક્રીએશન કલબ દ્વારા કેરમ ટૂર્નામેન્ટ યોજાઈ

- Advertisement -

પીજીવીસીએલ સ્પોર્ટસ એન્ડ રિક્રીએશન કલબ ખાતે તા.24 ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લાના કર્મચારીઓ (ભાઈઓ-બહેનો) ની કેરમ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંગલ વિભાગમાં મહેશ રાઠોડ (જેએમસી) ચેમ્પિયન, રવિ વાઘેલા (જેએમસી) રનર્સ અપ, ડબ્બલ વિભાગમાં લખન/યોગેશ (જેએમસી) ચેમ્પિયન તથા સાહેલ/મહિપત (જેએમસી) રનર્સઅપ રહ્યા હતાં. જ્યારે નિવૃત્ત કર્મચારી સિંગલ વિભાગમાં બિપીનભાઈ મકવાણા (જિલ્લા પંચાયત) ચેમ્પિયન તથા યુ.એમ. પંડયા (પીજીવીસીએલ) રનર્સઅપ તેમજ નિવૃત્ત કર્મચારી ડબ્બલ વિભાગમાં દિપક ત્રિવેદી તથા ગોસ્વામીભાઈ બહેનો કર્મચારી વિભાગમાં છાયાબેન તથા સંગીતાબેન (પીજીવીસીએલ) વિજેતા થયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular