જામનગર શહેરના જૂની સોનીબજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાંથી ખરીદીના બહાને મહિલા દ્વારા ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાની ઘટનામાં સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ગોંડલની મહિલા તસ્કરને ઝડપી લઇ દાગીના કબ્જે કરી આગળની કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડનાકા બહાર આવેલી સિલ્વર સોસાયટીમાં રહેતાં કેજારભાઈ મામુજીભાઈ સોની નામના વૃધ્ધની જૂની સોની બજાર શિતળા માતાજીના મંદિરમાં આવેલી હુશેની જ્વેલર્સ નામની દુકાનમાં રવિવારે સવારના સમયે અજાણ્યો તસ્કરો ગ્રાહક બનીને દાગીનાની ખરીદી કરવા માટે આવ્યો હતો તે દરમિયાન તસ્કરે વૃધ્ધ વેપારીની નઝર ચૂકવીને રૂા.11500 ની કિંમતના 150 ગ્રામ ચાંદીના બે જોડી સાંકળા અને રૂા.1500 ની કિંમતની 12 ગ્રામ વજનની ચાંદીની એક લકકી મળી કુલ રૂા.13 હજારની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવમાં હેકો રવિરાજસિંહ જાડેજા, દેવાયત કાંબરીયા, વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા સીસીટીવી ફુટેજના
આધારે લીલાબેન બધાભાઈ સોલંકી દેવીપૂજક (ઉ.વ.65) નામની મહિલા તસ્કરને ઝડપી લીધી હતી. પોલીસે મહિલા પાસેથી ચોરી કરેલા 112 ગ્રામ વજનના ચાંદીના બે જોડી સાંકળા અને રૂા.1500 ની કિંમતની ત્રણ ગ્રામ વજનની ચાંદીની લકકી મળી કુલ રૂા.13,000 ની કિંમતના ચાંદીના દાગીના કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.