રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના નવા મંત્રીમંડળમાં પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત આવતીકાલથી બે દિવસ સુધી તા.17 અને તા.18 ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે.
મંત્રી આવતીકાલે સવારે 7:30 કલાકે ભાદરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે જશે. ત્યારબાદ 8 કલાકે નથુવડલા ખાતે માલધારીના ઘેટાના આકસ્મિક મૃત્યુ અન્વયે સહાય ચૂકવશે. સવારે 9:30 કલાકથી પ્રણામી મંદિર, આણદાબાવા આશ્રમ, સ્વામિનારાયણ મંદિર બેડી રોડ, હવેલી, સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ) ખંભાળિયા રોડ, સ્વામી નારાયણ મંદિર એરપોર્ટ પાસે દર્શનાર્થે તથા સંતોના આશીર્વાદ અર્થે મુલાકાત લેશે. મંત્રી બપોરે 3 કલાકે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ જામનગર ખાતેના પ્રેસ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાની મુલાકાત અર્થે જશે.
તા.18ના રોજ સવારે 8 કલાકે મંત્રી ધ્રોલ લેઉઆ પટેલ સમાજ ક્ધયા છાત્રાલયની મુલાકાતે તેમજ સવારે 10 કલાકે મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરે સન્માન સમારંભ કાર્યક્રમમાં હાજરી આપશે.