Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં મિત્રએ વાપરવા આપેલું બાઈક પચાવી પાડયું

જામનગરમાં મિત્રએ વાપરવા આપેલું બાઈક પચાવી પાડયું

થોડા દિવસ વપરાશ માટે આપેલું બાઈક પરત ન કર્યું: પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરમાં મચ્છીપીઠ વાઘેરવાડામાં રહેતા યુવાને થોડા સમય માટે વપરાશ માટે આપેલું બાઈક શખ્સે પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મચ્છીપીઠ વાઘેરવાડા વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતા અસગર ગંઢાર નામના યુવાને થોડા સમય અગાઉ 15 હજારના બાઈકની ખરીદી કરી હતી. આ જીજે-10-એઈ-7995 નંબરનું બાઈક ખીમરાણામાં રહેતાં હિતેશ પરશોતમ ફોફરિયા નામના યુવાનને થોડા દિવસો માટે વાપરવામાં આપ્યું હતું પરંતુ સમય જતાં અસગરે હિતેશ પાસેથી બાઈક પરત માંગતા હિતેશે બાઈક આપ્યું ન હતું. જેથી અસગરે હિતેશ વિરુધ્ધ બાઈક વાપરવા લઇ પરત નહીં કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સિટી બી ડીવીઝનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular