Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વળગાડથી ત્રસ્ત યુવતીનું અગ્નિસ્નાન

જામનગર શહેરમાં વળગાડથી ત્રસ્ત યુવતીનું અગ્નિસ્નાન

સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મૃત્યુ : રાવલવાસમાં ઉલ્ટી થવાથી શ્રમિક યુવાનનું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર ઘાંચીવાડમાં રહેતી યુવતીએ તેણીના માવતરે વળગાડના કારણે જિંદગીથી કંટાળી જઈ શરીરે કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતા મજૂરી કામ કરતા યુવાને ઉલ્ટી થવાથી અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મોટી મસ્જિદ પાસે ઘાંચીવાડમાં રહેતી સબાનાભાઈ સિકંદરભાઈ શેખ (ઉ.વ.22) નામની યુવતીને થોડાસમયથી વળગાડ થયો હતો અને આ વળગાડના કારણે અવાર-નવાર ધૂણતી હતી. જેથી જિંદગીથી કંટાળીને બુધવારે સવારે તેણીના માવતરે શરીરે ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગી જતાં ગંભીર રીતે દાઝી જવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે નુરમામદ નોયડા દ્વારા જાણ કરાતા પીએસઆઇ ટી.ડી. બુડાસણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં ખેતીવાડી મહાકાળી સર્કલ પાસે આવેલા રાવલવાસમાં રહેતાં જગદીશભાઈ ઉર્ફે મુન્નો કારાભાઈ રાઠોડ (ઉ.વ.38) નામના મજૂરી કામ કરતા યુવાનને મંગળવારે સાંજના સમયે તેના ઘરે એકાએક ઉલટી થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પુર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. મૃતકના પત્ની દિપુબેન દ્વારા જાણ કરાતા હેકો એચ.એ.પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular