Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયશેષાન જેવા ચૂંટણી કમિશનરની જરૂર :સુપ્રિમ કોર્ટ

શેષાન જેવા ચૂંટણી કમિશનરની જરૂર :સુપ્રિમ કોર્ટ

કમિશનરોના કાર્યકાળ અને પંચના સભ્યની નિમણુંક પ્રક્રિયા પર સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યા સવાલ

- Advertisement -

ચૂંટણી પંચના કામકાજમાં પારદર્શિતાને લઈને સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે કેન્દ્ર સરકાર સમક્ષ ઘણા મોટા સવાલો ઉભા કર્યા છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણે મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરના ‘નાજુક ખભા’ પર ઘણી જવાબદારી મૂકી છે અને સુપ્રીમ કોર્ટે ટીએન શેષન જેવા મજબૂત પાત્રની વ્યક્તિને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઇચ્છે છે. શેષન કેન્દ્ર સરકારમાં ભૂતપૂર્વ કેબિનેટ સચિવ હતા અને 12 ડિસેમ્બર, 1990ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા હતા. તેમનો કાર્યકાળ 11 ડિસેમ્બર 1996 સુધી ચાલ્યો હતો. 10 નવેમ્બર, 2019 ના રોજ તેમનું અવસાન થયું.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે 2007થી તમામ મુખ્ય ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ કેમ ઓછો રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે 2007થી તમામ મુખ્ય ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ કેમ ઘટાડવામાં આવ્યો? સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે યુપીએ અને વર્તમાન સરકારમાં પણ આ જોયું છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરૂદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારનો સમાવેશ થાય છે.
બંધારણીય બેંચે કહ્યું કે લોકશાહી એ બંધારણનું મૂળ માળખું છે. તેના પર કોઈ ચર્ચા નથી. અમે સંસદને પણ કંઈ કરવા માટે કહી શકીએ નહીં અને અમે કરીશું નહીં. અમે ફક્ત 1990 થી જે મુદ્દા ઉઠાવી રહ્યા છીએ તેના પર કંઈક કરવા માંગીએ છીએ. જમીની સ્તરે સ્થિતિ ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદે ચૂંટણી પંચના સભ્યોની નિમણૂકમાં સુધારા લાવવાની જરૂર છે. કારણ કે તે ચૂંટણી પંચની કામગીરીને અસર કરે છે. કોર્ટે કહ્યું કે આનાથી ચૂંટણી પંચની સ્વતંત્રતા પર પણ અસર પડે છે. સુપ્રીમ કોર્ટે પ્રશ્ર્ન કર્યો હતો કે 1991ના કાયદા હેઠળ મુખ્ય ચૂંટણી અધિકારીનો કાર્યકાળ છ વર્ષનો છે. તો પછી તેમનો કાર્યકાળ ટૂંકો કેમ છે?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular