ગુજરાતમાં ‘ચૂંટણી ઉત્સવ’ ચાલી રહ્યો છે. પ્રથમ તબકકામાં જામનગર અને દ્વારકા જિલ્લામાં મતદાન થવાનું હોય ત્યારે ઉમેદવારો દ્વારા પોતાના પ્રચાર – પ્રસાર માટે દિવસ રાત એક કરી મહેનત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા ગઈકાલે 78-79 વિધાનસભાનું સંયુકત ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભૂપેન્દ્રભાઈની સંયુકત રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસની યાત્રાને અવિરત નિભાવવા માટે 78 જામનગર ઉત્તરના ઉમેદવાર અને 79 જામનગર દક્ષિણના ઉમેદવારને જંગી બહુમતિથી વિજેતા બનાવવા કિસાન મોરચા દ્વારા ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે પુરૂષોત્તમ રૂપાલાએ તેમના વકતવ્યમાં કહ્યું હતું કે, ભારતમાં આઠ વર્ષથી નરેન્દ્રભાઈની સરકાર છે જ્યારે જામનગરમાં 25 વર્ષથી ભાજપા સરકાર છે ત્યારે એમ કહી શકાય કે જામનગરમાં ત્રિપલ એન્જિન સરકાર છે. મોદી સરકારના સમયમાં જામનગરમાં 125 થી 150 કરોડના કામો હાલ ચાલુ છે. 198 કરોડનું ફલાય ઓવરનું કામ ચાલુ છે. જામનગરની સરકાર 900 થી 1000 કરોડની ગ્રાન્ટ મેળવીને વિકાસના કામોને આગળ વધારવા માટે મહેનત કરી રહ્યા છે.
ગુજરાતના કચ્છની વાત કરતાં તેઓએ કહ્યું કે, કચ્છમાંથી માલધારીઓએ નિકળી અને ખેડામાં ઉતારો કરે પોતાના ઢોર ઢાખર સહિત તેઓ પાણીની અછતના સમયે સ્થળાંતર કરતા અને પછી વરસાદ આવતા પાછા ફરતા પરંતુ જ્યારથી ગુજરાતમાં ભાજપા આવ્યું છે. મોદી સરકારે નર્મદાના પાણીને કચ્છ સુધી પહોંચાડયું છે. નર્મદાના પાણીએ તો ગુજરાતની દિશા બદલી નાખી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની અછત વર્તાય છે. પરંતુ અત્યારે નર્મદાનું પાણી દરેક સ્થળે પહોંચી ગયું છે. 91 ની વાત કરતા તેમને કહ્યું કે, અગાઉની સરકારના સમયમાં ટેન્કરો પાસ કરતા જ્યાં વરસાદ ના હોય ત્યાં ટેન્કરો પાસ કરતા પરંતુ આ ટેન્કરોને પાણી ભરવું કયાંથી એ તેમની પાસે કોઇ વિકલ્પ જ ન હતો. તેમની દ્રષ્ટિએ 2007 પછી ગુજરાતમાં વિકાસ થયો મોદી સરકારના વિકાસના સુત્રને વિરોધ પક્ષ દ્વારા ખૂબ જ ગાંડો કરવામાં આવ્યો હતો. છતા પણ મોદીજીએ વિકાસને મૂકયો નહીં મોદીજી કહેતા કે વિકાસની વાત તો કરવી જ પડશે. પંજાબની ચૂંટણીઓમાં પણ કહેવામાં આવતું હતું કે, અમને મત આપો અમે મોદીના મોડલ પર વિકાસ કરીશું. જ્યારથી ગુજરાતમાં ભાજપા સરકાર આવી છે ત્યારથી ગુજરાતમાં પાયાના કામોની શરૂઆત થઈ છે.
જ્યારે નર્મદા યોજનાની વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, ભારતમાં નહીં પરંતુ સમગ્ર એશિયામાં પાણીની સુવિધાનું આવું નેટવર્ક નથી. કોંગે્રસને સવાલ કરતાં તેમને કહ્યું કે, તમે દિગ્વીજયસિંહ સાથે છો. કે નોખા છો ? ગુજરાત માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાને ગુજરાતવાસીઓ સુધી પહોંચાડવા માટે વિરોધ કરનારાઓને સાથે લઇને કોંગે્રસ ચાલી રહી છે. ભારત જોડો યાત્રા લઇને નિકળા છો પરંતુ મેંઘા પાટકરને સાથે રાખી છે. ઠેર ઠેર લગાવેલા બોર્ડોમાં વિપક્ષ કહે છે કે, અમારું કામ બોલે છે પરંતુ છેલ્લાં 27 વર્ષથી તો હું બીજેપી ને જોવ છું તો તમારું કયું કામ બોલે છે ?
આટલું જ નહીં પરંતુ 78 જામનગરના ઉમેદવાર રીવાબા અને 79 જામનગરના ઉમેદવાર દિવ્યેશભાઈને જીતાડો અને નર્મદાના વિરોધીને સજા કરો કે તેમને તેમની ડીપોઝીટ જાય એવું કરો. 1 ડિસેમ્બરના કમળ દબાવીને બીજેપીને વિજય બનાવવા જામનગર વાસીઓને અપીલ કરી હતી. ગુજરાત રાજ્યને દેશના વિકાસનું એન્જિન બનાવવા કહ્યું. આજે ગુજરાતમાં આરોગ્ય, પાણી, 108 સુવિધા, મોદી સરકાર દ્વારા કરાયેલી સુવિધાઓ છે. જેમાં છેવાડાના માનવી સુધી દરેક તેનો લાભ લઇ શકે છે. લોકોને ઉદેશીને કહ્યું કે, લોકો દરેક ચીજ વસ્તુમાં બાર્ગોનિંગ કરાવે છે પરંતુ કયારેય કોઇએ વિચાર્યુ પણ ન હતું કે, મેડીકલ સ્ટોરમાં દવાઓમાં પણ બોર્ગેનિગ કરી શકાય આ કામ આપણા મોદીજીએ કર્યું છે. જન ઔષધિ કેન્દ્ર ખોલી તેમને ગુજરાતની જનતાને બહુ મોટો ફાયદો કરાવી આપ્યો છે. આશરે 3000 થી વધુ જન ઔષધિ સ્ટોર હશે ગુજરાતમાં જ્યાં મોંઘાભાવની દવાઓ સેઈમ ક્ધટેન્ટ સાથે રાહતદરે મળે છે. તો દરેક વ્યકિતએ આ સંવેદનશીલ સરકારના સુશાસન માટે કમળ દબાવીને આપણા રાજાને ગાદીએ બેસાડવા જોઇએ જેમણે આપણને માં અમૃતમ કાર્ડ આપ્યું છે જેમાં 500000 સુધીની રકમનો લાભ લઇ શકાય છે. અત્યાર સુધીમાં આશરે સાડા ત્રણ કરોડ લોકોએ આ કાર્ડનો લાભ લઇ લીધો છે.
ડબલ એન્જિન સરકારનો મતલબ સમજાવતા તેઓએ કહ્યું હતું કે, જ્યારે ભારત સરકારે કાર્ડની રકમ 200000 થી વધારીને 500000 કરી ત્યારે ગુજરાત સરકારે પણ 200000 થી વધારીને આ લિમિટેને 500000 કરી છે. આને કહેવાય ડબલ એન્જિન સરકાર. ખેડૂતોને 18 ટકાના બદલે 7 ટકા ધીરાણ મળે તેવી સુવિધાઓ ભારત સરકારે કરી આપી છે. જેમાં જો રેગ્યુલર હપ્તો ભરાય તો ત્રણ ટકા જેટલું તો ભારત સરકાર ભરી આપે છે. અને ચાર ટકા જ પોતે ભરવાનું રહે છે. આજ વ્યવસ્થા હવે પશુપાલકો માટે પણ પ્રદેશ સરકાર કરી રહી છે. કિશાન ક્રેડિટ જેવી સુવિધાઓ પશુપાલકોને અને માછીમારોને પણ લાગુ પડે તેવી વ્યવસ્થા સરકારે કરી છે.
મોદી સરકારે 20 હજાર કરોડનું મેડ ઈન ઈન્ડીયા જહાજ નૌકાદળ સાથે જોડયું છે. આપણા નૌકાદળના ધ્વજમાં બ્રીટીશ છાપ હતી જે બદલાવીને તેમને છત્રપતિ શિવાજીના નૌકાદળનું ચિન્હ લગાડયું. તો આપણી પણ ફરજ છે કે ગુજરાતમાં વિકાસની ગાથાને આગળ વધારવા માટે સૌ લોકોએ 1 ડિસેમ્બરે પોતે આજુબાજુના ઘર પરિવારના દરેક લોકોએ મતદાન અવશ્ય કરવું જોઇએ.
જામનગરની બન્ને સીટો ઉત્તર-દક્ષિણના ઉમેદવારોને જંગી બહુમતિથી જીતાડીને જામનગરમાં ત્રિપલ એન્જીન સરકાર બનાવવી જોઇએ. આ ઉપરાંત બન્ને ઉમેદવારો એ પણ પ્રજાને પોતાના દરેક પ્રશ્ર્નોનું નિવારણ કરવાનો સંતોષ વ્યકત કરાવ્યો હતો અને પ્રજાને અપીલ કરી હતી કે, મોદીના વિકાસને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અમને સાથ આપો. ‘આ ગુજરાત મે બનાવ્યું છે’ ના સૂત્રને સાર્થક કરતા દરેક ગુજરાતીઓ મોદી સરકારને સાથ આપવો જોઇએ.
આ તકે કાર્યક્રમમાં 78 ના ઉમેદવાર રીવાબા જાડેજા, 79 ના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ મંત્રી ધારાસભ્ય તેમજ 77,78,79 ના ઈન્ચાર્જ એવા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ડે. મેયર તપન પરમાર, રમેશભાઇ મુંગરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પુર્વ શહેર પ્રમુખ મુકેશભાઇ દાસાણી, પુર્વ શહેર પ્રમુખ અશોકભાઈ નંદા, દિલીપસિંહ ચુડાસમા, દિલીપભાઈ, 78 ના ચૂંટણી ઈન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, 79 ના ચૂંટણી ઈન્ચાર્જ મનિષ કટારિયા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા અને પ્રકાશ બાંભણિયા તેમજ ઈન્ડીયન ક્રિકેટર સ્ટાર રવિન્દ્ર જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં.
વોર્ડ નં.15-16 ના લોકોની સાથે કિસાન મોરચા દ્વારા આ પ્રચાર-પ્રસાર માટે સભાને સંબોધન કરીને મુખ્ય વકતા એવા કેન્દ્રીયમંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ બંને ઉમેદવારોને જીતાડવા માટે હાંકલ પાડી હતી. ત્યારે લોકોએ પણ વિકાસની આ યાત્રાને વેગને સુર પુરાવ્યો હતો.