ભારતીય વાયુસેનાની સૂર્યગ્રહણ એરોબેટિક ટીમ દ્વારા જામનગરમાં ડ્રાઇવ ઇન એર-શો ડિસપ્લે કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજે અને આવતીકાલ યોજાનાર આ પ્રદર્શનમાં હોકએમકે-132 એરક્રાફટમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા અદ્ભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. આજે સવારે યોજાયેલા આ અદ્ભૂત કરતબો જોઇ લોકો મંત્રમુગ્ધ થયા હતાં. જામનગર શહેરના સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ, એરપોર્ટ રોડ તથા ફૂડ ઝોન આદિનાથ પાર્ક પાસેના બે સ્થળોએ જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળી શકાય તે માટે વ્યવસ્થા રખાઇ હતી. શો દરમિયાન જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર ભાવેશભાઇ જાની તેમજ એરફોર્સના અધિકારીઓ, જવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. એરફોર્સના આ સૂર્ય કિરણ ટીમના જવાનોએ આકાશમાં અદ્ભૂત હેરતઅંગેજ કરતબો રજૂ કર્યા હતાં.