ગુજરાતના મોરબીમા બ્રિજ અકસ્માતની તપાસનો મામલો સુીમ કોર્ટમા પહોચ્યો છે. સુીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીઍ અહી ઍક જાહેર હિતની અરજી દાખલ કરી છે અને સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના નેતૃત્વમા તપાસ સમિતિની રચના કરીને આ ઘટનાની તપાસની માગ કરી છે. અત્રે એ નોધનીય છે કે આ દુર્ઘટનામાં 150 થી વધુ લોકોના જીવ ગયા છે.
વિશાલ તિવારીઍ પોતાની અરજીમા માગણી કરી છે કે ભવિષ્યમા આવી ઘટનાને રોકવા માટે દેશભરના તમામ જૂના પુલ અથવા ઐતિહાસિક ધરોહર પર ભીડ ઍકત્ર કરવા માટેના નિયમો બનાવવામા આવે. મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામા કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માગણી સાથે વકીલે સુપિમ કોર્ટમા અરજી કરી છે.
ઍડવોકેટ વિશાલ તિવારીઍ દાખલ કરેલી જાહેર હિતની અરજીમા મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસ શરૂ કરવા માટે સુપિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ ન્યાયિક કમિશનની નિમણૂક કરવા માટે નિર્દેશો માગવામા આવ્યા છે.પર્યાવરણીય સધ્ધરતા અને સલામતી સુનિશ્ર્ચિત કરવા માટે જૂના અને જાખમી સ્મારકો અને પુલોના જાખમનુ સર્વેક્ષણ અને મૂલ્યાકન કરવા માટે રાજય સરકારોને ઍક સમિતિની રચના કરવા નિર્દેશો માગવામા આવ્યા છે. પીઆઈએલએ રાજય સરકારોને તેમના સબધિત રાજયોમા બાધકામ ઘટના તપાસ વિભાગની રચના કરવા માટે નિર્દેશો પણ માગ્યા છે જેથી જયારે પણ આવી ઘટના બને ત્યારે ઝડપી અને ત્વરિત તપાસ થઈ શકે. અરજીમા કહેવામા આવ્યુ છે કે આવા વિભાગની પણ કોઈ પણ જાહેર બાધકામની ગુણવત્તા અને સલામતીનુ મૂલ્યાકન કરવાની અને પૂછપરછ કરવાની ફરજ છે.