જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતાં યુવાને 10 વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને કૂવામાં પડી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતા આશિષ સવજીભાઈ ગોવાણી (ઉ.વ.25) નામના પટેલ યુવાનને છેલ્લાં 10 વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર ચાલુ હોવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળી જઈ શનિવારે રાત્રિના સમયે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ થતા હેકો જે.કે.મકવાણા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને કૂવામાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી મૃતકના િ5તા સવજીભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.