Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય હકુભા દ્વારા દ્વારકાના જગતગુરૂ શંકરાચાર્યનું સ્વાગત કરી પાદુકા પૂજન કરાયું

ધારાસભ્ય હકુભા દ્વારા દ્વારકાના જગતગુરૂ શંકરાચાર્યનું સ્વાગત કરી પાદુકા પૂજન કરાયું

ધારાસભ્યના નિવાસ સ્થાને ધર્મસભા યોજાઈ

- Advertisement -

પૂજયપાદ અનંત વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ ગઈકાલે જામનગરમાં સૌપ્રથમ વખત પધાર્યા હતા.. તેમનું ગાંધીનગર મેઈન રોડ ખાતે આગમન થયા બાદ ત્યાંથી મનહર વિલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ના નિવાસ સ્થાને પહોચ્યા હતા.જ્યાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે નુતન વર્ષ 2079ના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ જામનગર પધારતા ભવ્ય થી અતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની શોભાયાત્રાનું પ્રસ્થાન ગાંધીનગર મેઇન રોડથી થઇ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ના નીવાસ સ્થાને મનહર વિલા ખાતે આ શોભાયાત્રા પહોચી હતી. ત્યાં ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી. મનહર વિલા ખાતે ધર્મસભાની સાથે-સાથે બ્રાહ્મણોના મંત્રોચાર સાથે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના પાદુકા પૂજન વિધિ યોજાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular