જામનગર શહેરમાં આશાપુરા સર્કલ પાસેથી પસાર થતા બાઈક સવારને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે બાઈક અને દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં આશાપુરા સર્કલ પાસેથી પસાર થતા જીજે-10-બીઇ-8336 નંબરના એકસેસ બાઈકને સિટી સી પોલીસે આંતરીને તલાસી લેતા ધર્મેશ ઉર્ફે ધમો હરીશ નાખવા નામના શખ્સના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ અને પાંચ ટીન મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને રૂા.15000 ની કિંમતનું બાઇક કબ્જે કરી ધર્મેશની પૂછપરછ હાથ ધરી હતી.