Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસો

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસો

51થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એકસ્ટ્રા બસની સુવિધા

આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇ એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન કરાયું છે. એક જ રુટમાં 51 થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એકસ્ટ્રા બસની સુવિધા પણ એસટી નિગમ દ્વારા આપવા જાહેરાત કરાઇ છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-જામનગર દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન આવવા-જવા માટે તા. 21થી 31 ઓકટોબર સુધી એકસ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન કર્યું છે. તા. 21થી 31 દરમિયાન ડેપો ખાતેથી મુસાફરોને એકસ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. તેમજ એક જ ગ્રુપના 51થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એકસ્ટ્રા બસની સુવિધા એસ.ટી. નિગમ દ્વારા આપવામાં આવશે. આથી દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોને એસ.ટી. બસોની આ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular