Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકેન્સરની દવાઓ પર બેફામ નફાખોરી કરી રહી છે હોસ્પિટલો

કેન્સરની દવાઓ પર બેફામ નફાખોરી કરી રહી છે હોસ્પિટલો

હોસ્પિટલો 5000 ટકા સુધીનો નફો કરતી હોવાનું એનપીપીએને ચોંકાવનારો રિપોર્ટ

- Advertisement -

કેન્સર જેવી ગંભીર બીમારી હવે આધુનિક ટેકનોલોજીના માધ્યમ થકી સામાન્ય બની રહી છે. તમે તમારી આસપાસ એવા ઘણા લોકોને જાણતા જ હશો જેમને કેન્સર હશે. ભારતમાં હાલ કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ભારતમાં આ વર્ષે નોંધાયેલા કેન્સરના દર્દીઓની સંખ્યા 19 થી 20 લાખની વચ્ચે હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જો કે FICCI અને EYના અહેવાલ મુજબ કેન્સરના દર્દીઓની વાસ્તવિક સંખ્યા નોંધાયેલા કેસો કરતા 1.5 થી 3 ગણી વધારે હોઈ શકે છે. જો.કે કેન્સરની બીમારી જેટલી વધી રહી છે. તેટલું જ તેને ઇલાજ કરવું મુશ્કેલ છે. જો દર્દી ગરીબ પરિવારનો હોય તો શરૂઆતમાં સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ હોતી નથી. સારવાર કરાવે તો પણ તેના પાછળ થતા ખર્ચને કારણે પરિવારને વર્ષો સુધી દેવું થઈ જાય છે.

- Advertisement -

ખાનગી હોસ્પિટલોની વાત કરીએ તો ત્યાંના ખર્ચાઓ પરિવારના સભ્યોના ધબકારાઓમાં વધારો કરી દે છે. કેન્સરની મોંઘી સારવાર પાછળનું એક મુખ્ય કારણ દવાઓની અતિશય મોંઘી કિંમત રહેલી છે. એક અહેવાલ પ્રમાણે હોસ્પિટલો આ દવાઓ MRP પર વેચીને જંગી માર્જિન કમાઈ રહી છે. આ ગાળો એટલો છે કે તમે સાંભળીને પણ કદાજ ચોંકી જશો. ખાનગી હોસ્પિટલો દ્વારા વેચાતી દવાઓ પર ટ્રેડ માર્જિન 2,000 ટકાથી વધુ છે. ઘણા કિસ્સાઓમાં તે 5,000 ટકા સુધી પણ છે. તમને જણાવી દઈએ કે આવશ્યક દવાઓની યાદીમાં સામેલ દવાઓની કિંમતો સરકાર દ્વારા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર એટલે DPCO દ્વારા નક્કી કરવામાં આવે છે.

ખાનગી હોસ્પિટલો જે રીતે દર્દીઓ પાસેથી તોતિંગ ભાવ વસૂલ કરે છે તે જોઈને સમજી શકાય છે કે તેઓ મલાઈદાર લૂંટ ચલાવી રહ્યા છે. એલાયન્સ ઓફ ડોક્ટર્સ ફોર એથિકલ હેલ્થકેરના ડો. જી.એસ. ગ્રેવાલે તાજેતરમાં દવા પર હોસ્પિટલો અને રસાયણશાષાીઓને મળતા ટ્રેડ માર્જિન અંગે ગઙઙઅના એક રીપોર્ટ સબમિટ કર્યો છે. રીપોર્ટમાં બે

- Advertisement -

ડઝન દવાઓની વિગતો આપવામાં આવી છે. દવાઓની વાસ્તવિક કિંમત અને MRP વચ્ચે ઘણો તફાવત છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓને દવાઓ એમઆરપી પર વેચીને તોતિંગ નફો કમાઈ રહી છે.

જે રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે તે દવાઓની વાસ્તવિક કિંમત અને MRPમાં 2,000 ટકા સુધીનો તફાવત દર્શાવે છે. ઉદાહરણ તરીકે હેપેટાઇટિસ સીની સારવારમાં વપરાતી દવા એલ્બુમિનનો ખર્ચ હોસ્પિટલોમાં 3900 રૂપિયા છે. પરંતુ દવા પર MRP 6605 લખેલું છે. જેથી હોસ્પિટલો દવા દર્દીઓને MRP પર વેચે છે. હેપેટાઇટિસ સી માટે અન્ય દવાઓ છે જેમાં હોસ્પિટલો ભયંકર ટ્રેડ માર્જિન કમાઈ રહી છે. હોસ્પિટલને રેટલાન ઈન્જેક્શન 225 રૂપિયામાં સપ્લાય કરવામાં આવે છે અને તેની MRP 2600 રૂપિયા છે. ઈન્જેક્શનનો ઉપયોગ રક્તસ્રવને રોકવા માટે થાય છે. MyHep All ટેબ્લેટ વિશે વાત કરીએ તો તે હોસ્પિટલોમાં 6800 રૂપિયામાં ઉપલબ્ધ છે. હોસ્પિટલ દવા રૂ. 17,500ની MRP પર વેચે છે. તો બીજી તરફ MyHep ઈન્જેક્શન હોસ્પિટલોમાં 2150 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેની MRP 12000 રૂપિયા છે. Mydecla જે હોસ્પિટલોને 750 રૂપિયામાં સપ્લાય કરવામાં આવે છે. તેની MRP 5000 રૂપિયા છે.

- Advertisement -

જો કે હોસ્પિટલો અનેક દવાઓ પર 2,000 ટકા નફો કરી રહી છે. NPPને સબમિટ કરેલા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્સરમાં ઉપયોગમાં લેવાતા Gemcitabine 1GM હોસ્પિટલો 900 રૂપિયામાં ખરીદે છે અને તેને MRP પ્રમાણે 6597 રૂપિયામાં વેચે છે. ઉપરાંત એન્ટીકેન્સર ઈન્જેક્શન Paclitax 260mg, જે હોસ્પિટલોમાં 1350 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેની MRP 11,946 રૂપિયા છે. રીતે Oxaliplatin 100 Injection 1090 માં ખરીદાય છે અને રૂ 5210 MRP માં વેચાય છે. તેવી રીતે હોસ્પિટલો અન્ય ઘણી દવાઓ પર 2,000 ટકા સુધીનો નફો કમાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular