Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં આજથી શ્રમિકોને પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન

ગુજરાતમાં આજથી શ્રમિકોને પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન

50થી વધુ શ્રમિકો ધરાવતી બાંધકામ સાઇટ પર ભોજનની ડોરસ્ટેપ સુવિધા અપાશે : મુખ્યમંત્રીએ શ્રમ સન્માન પોર્ટલનું પણ કર્યું લોકાર્પણ

ગુજરાત સરકાર દ્વારા આજે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ ગુજરાતના શ્રમિકોને 5 રૂપિયામાં ભર પેટ ભોજન અપાશે. અગાઉ પણ આ યોજના શરૂ કરવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય, વિકાસ રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ આ પ્રસંગે હાજર રહયા હતા.

- Advertisement -

મુખ્યમંત્રીએ પંડિત દીનદયાલ હોલ ખાતે કરાવશે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. ફક્ત 5 રૂપિયામાં પોષ્ટિક ભોજનનો લાભ શ્રમિકોને મળશે. સાથે સાથે સન્માન પોર્ટલનો પણ શુભારંભ કરાવ્યો હતો. 50થી વધારે બાંધકામ શ્રમિકો ધરાવતી બાંધકામ સાઇટ પર ભોજન વિતરણ કરવામાં આવશે. યોજનાના લાભાર્થી શ્રમિકોને ચેક અપાશે. શ્રમ સમ્માન પોર્ટલ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ક તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકશે. ગાંધીનગર અને અમદાવાદમાં આવનારા બે મહિનામાં અમલીકરણ થશે. સ્થાયી કેન્દ્રો ઉપરાંત બાંધકામ સાઇટ ઉપર 50 ટકાથી વધુ શ્રમિકો માટે ડોરસ્ટેપ સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. વર્તમાન ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી 20 યોજનાઓ છે.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ સંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે 14 યોજનાઓ કાર્યરત. યોજનાઓના લાભ માટે શ્રમિક બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી હોવી જ3રી છે. નોંધણી, સ્વનોંધણી સી.એસ.સી. સેન્ટર તેમજ ઇ ગ્રામ કેન્દ્રના માધ્યમથી કરાવી શકાશે, ત્યારબાદ ઇ-નિર્માણ કાર્ડ મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular