કલ્યાણપુરમાં રહેતી બીનાબેન વિજયભાઈ પીઠવા નામની 24 વર્ષની લુહાર યુવતીએ સોમવારે ઢળતી સાંજે પોતાના ઘરે કોઈ અકળ કારણોસર પોતાના હાથે પોતાના શરીરને કેરોસીન છાંટી, દીવાસળી ચાંપી લેતા ગંભીર રીતે દાઝી જવાના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા વિજયભાઈ ધરમશીભાઈ પીઠવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
અપમૃત્યુના અન્ય એક બનાવમાં ભાણવડ તાબેના માનપર ગામે રહેતા વલ્લભભાઈ ગોકુલભાઈ વરુ નામના 22 વર્ષના યુવાને કોઈ કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.