બે દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમ્યાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે કટરા સ્થિત માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર મનોજસિન્હા પણ ઉપસ્થિત રહયા હતા. માતા વૈષ્ણોદેવીના દર્શન અને આશિર્વાદ મેળવવા માટે પહોંચેલા ગૃહમંત્રીનું દેવસ્થાન સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના મઠ ગોરખપુરમાં નવમી નિમિત્તે કન્યા પૂજન કર્યું હતું. આ દરમ્યાન તેમણે નાની બાળકીઓના પગ ધોઇને બાળકીઓને આદ્યશકિત સ્વરૂપ માની તેમનું પૂજન કર્યુ હતું. બન્ને નેતાઓએ જુદા-જુદા સ્થાનોએથી ધાર્મિક પરંપરા સાથે ધાર્મિક સંદેશ વહેતો કર્યો હતો.