Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક પરત કેસમાં સોરઠ મસાલા કંપનીને અદાલતનું તેડું

ચેક પરત કેસમાં સોરઠ મસાલા કંપનીને અદાલતનું તેડું

- Advertisement -

જામનગરની મસાલા ઉત્પાદક કંપનીનો ચેક પરત ફરતા આરોપીને અદાલતે હાજર થવા હુકમ કર્યો છે. નવાગામ – રાજકોટ સ્થિત મંગલદિપના નામથી ચાલતી અને ગરમ મસાલા વેચાણ કરતી પેઢી તેમના માલિક જયકુમાર ગીરીશચંદ્ર મશરૂ સોરઠ મસાલા ગૃહ ઉદ્યોગ જામનગરની કંપનીના ઓલ ગુજરાતના 10 વર્ષના કરાર સાથેના સુપર સ્ટોકીસ્ટ છે. બજારમાંથી આવેલ કમ્પલેઈન વાળા તથા એકસપાયરી ડેટ માલ ફરિયાદીએ કંપનીને પરત કરેલ હોય તેમનું થતું પેમેન્ટ પરત આપવા સોરઠ મસાલાના માલિક દિપક ધીરજલાલ લાખાણીએ આઈસીઆઈસી બેંક જામનગર શાખાનો તા.13-6-2022 ના રોજ રૂા.1,50,000 નો ચેક આપેલ હતો તે ચેક ફરિયાદીએ તેમની બેંક શાખામાં રજૂ કરતાં તે ચેક કલીયરીંગમાં સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફરેલ હોય ફરિયાદીનું કાયદેસરનું લેણું ચૂકવવા માટે આપેલ ચેક અને ચેકમાં જણાવેલ રકમ ચૂકવવી ન પડે તેવા હેતુથી કંપનીએ આપેલ હોય પરત ફરેલ બેંકના ચેક રીર્ટનની ફરિયાદીએ આ કામના આરોપી સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ રજુ કરી ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપી દિપક ધીરજલાલ લાખાણી ને હાજર થવા હુકમ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ દિનેશ આર. વારોતરિયા રોકાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular