સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને માતૃશ્રી હીરાબેન હરજીભાઇ ઘોડાસરા (દેપાળિયા) માધવ રંગમંચ હોલ, ધ્રોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૮૬૯ યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો તેમજ એપ્રેન્ટિસશિપ કરાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૧૫ જેટલા ઉમેદવારોને પ્રતીકાત્મક સ્વરૂપે સ્ટેજ પરથી મહાનુભાવો દ્વારા રોજગાર પત્રો અને એપ્રેન્ટિસ પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રાએ સ્વાગત પ્રવચન કરી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ધ્રોલ આઇ.ટી.આઇ.ના આચાર્ય વી.એસ.ગોહેલે કરી હતી.
આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયંતિભાઈ કગથરા, તાલુકા પંચાયત સભ્ય વિજયભાઈ કાસુન્દ્રા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, આગેવાન સર્વ રમેશભાઈ મુંગરા, નવલભાઈ મુંગરા, ભરતભાઈ દલસાણીયા, પોલુભા જાડેજા, પ્રાંત અધિકારી સાકરિયાભાઈ, જી.એમ.કન્યા વિદ્યાલયના આચાર્યા વિજયાબેન બોડા, નોકરીદાતાઓ, રોજગાર કચેરી, આઈ.ટી.આઈ. લાલપુર, કાલાવડનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


