લાલપુર તાલુકાના ખાયડી ગામમાં જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.25430 ના મુદ્દામાલલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના બેડમાંથી જૂગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, લાલપુર તાલુકાના ખાયડી ગામમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન અશોક નાથા ગાગીયા, અરજણ કરા ગોજીયા, ડયમંડઅલી ગુલામહુેશન ખોજા, અબ્દુલ અલી કડારિયા, સિકંદર અલી કટારિયા નામના પાંચ શખ્સોને રૂા.25430 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના બેડ ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન મનસુખ ઉર્ફે મુકેશ મેઘજી મકવાણા, મુરુ ભાયા ડેર, દેવજી ઉર્ફે ભકકો ગોવિંદ રાઠોડ, જગદીશ બાબુ મેરીયા, કાંતિ ઉર્ફે ભુરો મોહન મકવાણા નામના પાંચ શખ્સોને રૂા.11850ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


