Saturday, December 6, 2025
Homeરાજ્યદ્વારકામાં ટ્રેન હેઠળ કપાઈ જતા અજાણ્યા યુવાનનું મૃત્યુ

દ્વારકામાં ટ્રેન હેઠળ કપાઈ જતા અજાણ્યા યુવાનનું મૃત્યુ

દ્વારકાના રેલ્વે સ્ટેશન નજીક ગઈકાલે શુક્રવારે સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુરુવારે રાત્રિના સમયે પસાર થતી ટ્રેનની હડફેટે આવી જતા આ યુવાનનું મૃત્યુ થયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

- Advertisement -

આશરે 35 વર્ષના અજાણ્યા હિન્દુ યુવાનનો આ મૃતદેહ હાલ જામનગરના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આ યુવાનના વાલી-વારસની રેલવે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ યુવાનના પરિવારજનોએ દ્વારકા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ બી.આર. નંદાણીયાના મોબાઈલ નંબર 97243 25402 અથવા જામનગર રેલવે પોલીસ સ્ટેશનના ફોન નંબર 0288-2755256 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular