Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયસફળ પ્રયોગ : ભારતમાં પ્રથમવાર કિડનીનું રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ

સફળ પ્રયોગ : ભારતમાં પ્રથમવાર કિડનીનું રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ

દિલ્હીની સરકારી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીનો થયો ઉપયોગ

- Advertisement -

ટેકનોલોજીના યુગમાં રોબોટીક ટેકનીકનો પ્રયોગ સતત વધતો રહ્યો છે અને ભારતમાં પ્રથમ વખત રોબોટ મારફત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. દિલ્હીની સરકારી હોસ્પિટલમાં આ સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
ભારતમાં પ્રથમ વખત સરકારી હોસ્પિટલમાં રોબોટે કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી હતી. પાંચ વર્ષથી કિડનીની સમસ્યાથી ઝઝૂમતા ઉતરપ્રદેશની એક વ્યક્તિની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. દર્દીની પત્નીએ કિડની પ્રદાન કરી હતી અને રોબોટે તેનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. હોસ્પિટલ સુત્રોના કહેવા પ્રમાણે દર્દી મેદસ્વી હોવાના કારણે પણ રોબોટનો આશરો લેવો પડ્યો હતો.

- Advertisement -

ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દી એકદમ સ્વસ્થ છે અને વહેલી તકે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 39 વર્ષિય મુકેશ નામના દર્દીને પાંચ વર્ષથી કિડનીની સમસ્યા હતી. ડાયાલીસીસ પર હતા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઇ વિકલ્પ ન હતો.

તબીબોના કહેવા પ્રમાણે દર્દીને કિડની ઉપરાંત મેદસ્વીતાની પણ સમસ્યા હતી. સામાન્ય રીતે ટ્રાન્સપ્લાન્ટ કરવાના સંજોગોમાં 12 સે.મી.નો કાપો મુકવો પડે જેને કારણે ભવિષ્યમાં તેને ઇન્ફેકશનનો ખતરો રહેવાની શક્યતા હતી. રોબોટીક ટેકનીક એડવાન્સ છે અને તેને કારણે અન્ય કોઇ જોખમ રહેતું નથી. દેશમાં અત્યાર સુધી ચાર ખાનગી હોસ્પિટલોમાં જ રોબોટીક કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular