Monday, December 23, 2024
Homeરાજ્યએલસીબી દ્વારા બે શખ્સોને ચોરાઉ મોટરસાઈકલ સાથે દબોચ્યા

એલસીબી દ્વારા બે શખ્સોને ચોરાઉ મોટરસાઈકલ સાથે દબોચ્યા

- Advertisement -

જામનગર એલસીબીએ ચોરાઉ મોટરસાઈકલ સાથે બે શખ્સોને ઝડપી લઇ સિટી બી પોલીસને સોંપી આપ્યા હતાં.

- Advertisement -

જામનગરના બેડી રોડ સેન્ટ આન્સ સ્કૂલ પાસેથી એલસીબીના ઘનશ્યામભાઈ ડેરવાડિયા, સુરેશભાઈ માલકિયા તથા રાકેશભાઈ ચૌહાણને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ કે.જે. ભોયેના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફ દ્વારા હારૂન ઈબ્રાહિમ ખોડ તથા હસન ઉર્ફે હુશેન સતાર પલેજા નામના બે શખ્સોને આધારપૂરાવા વગરના રૂા.15000 ની કિંમતના જીજે-10-ડી-4591 નંબરના હિરોહોન્ડા મોટરસાઈકલ સાથે જડપી લઇ બન્ને આરોપીઓને સિટી બી પોલીસને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular