Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજૈન મહિલાઓ સંચાલિત વ્યવસાય-વેપારના પ્રદર્શન અને વેચાણનું ઉદ્ઘાટન

જૈન મહિલાઓ સંચાલિત વ્યવસાય-વેપારના પ્રદર્શન અને વેચાણનું ઉદ્ઘાટન

તા. 16થી 18 સપ્ટેમ્બર સુધી આયોજન

- Advertisement -

જૈન સોશયલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા પ્રતિવર્ષ સફળતાપૂર્વક યોજવામાં આવતા પ્રદર્શન અને વેચાણમાં જૈન મહિલો ઉત્સાહથી ભાગ લઇ પોતાના વ્યવસાય અને વેપારમાં વૃદ્ધિ કરી શકે છે.
તા. 16-17-18 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ માટે કુંવરબાઈ જૈન ધર્મશાળાના બંને એ.સી. હોલમાં આયોજિત પ્રદર્શન અને વેચાણનું સંસ્થાની પરંપરા અનુસાર જૈન મહિલા અગ્રણીઓના હાથે દીપ-પ્રાગટય કરી વિધિવત જાહેર જનતા માટે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

- Advertisement -

ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથી તરીકે જામનગર શહેરના મેયર બીનાબેન કોઠારી અને અતિથી વિશેષ તરીકે જૈન સોશયલ ગ્રુપ સૌરાષ્ટ્ર રીજીયનના પ્રથમ સન્નારી નેહાબેન વોરા તથા સંગીની ફોરમના ક્ધવીનર સેજલબેન દોશીએ જૈન સોશયલ ગ્રુપ-નવાનગર, જામનગરનેપ્રદર્શન અને વેચાણ દ્વારા સ્ત્રી-સશક્તીકરણ અને સ્વાવલંબી થવામાં મદદરૂપ થતા આ ઉમદા પ્રયાસને બિરદાવ્યો હતો. સાથે જૈન મહિલાઓને વધુ મહેનત કરી ઉન્નતિના શીખરો સર કરવાની શુભેચ્છા પાઠવી હતી.

આ ઉદ્ઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર રીજીયનના ચેરમેન ડો. ચેતનભાઈ વોરા, ફેડરેશનના ઉપપ્રમુખ મનીષભાઈ દોશી તથા સૌરાષ્ટ્ર રીજીયનનાવાઈસ-ચેરમન સેજલભાઈ કોઠારી, સેક્રેટરી નીલેશભાઈ કોઠારી, પૂર્વ-પ્રમુખ અને ઈન્ટરનેશનલ ડાયરેક્ટ નીલેશભાઈ કામદાર તથા રોજીયનના અન્ય પદાધિકારીઓ અને જામનગરના રમણીકભાઈ શાહ, ડો. રુપેન દોઢીયા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

સોશયલ ગ્રુપ એટલે બધા પરિવાર સાથે મળી ફક્ત મોજમજા કરી એમ નહિ પણ સમાજના હિતાર્થે વિવિધ પ્રોજેક્ટ હાથ ઉપર ધરવા જોઈએ તેવી વિચારધારાને જૈન સોશયલ ગ્રુપે-નવાનગર, જામનગરે આત્મસાત કરેલ છે. એટલે જ, જૈન યુવા પરિચય સેતુ, જૈન સમૂહ લગ્ન, કારકિર્દી માર્ગદર્શન, વેક્શીનેશન ડ્રાઈવ, કૃતિમહાથ-પગ ના કેમ્પ, ગોઠણના દુખાવામાં રાહતરૂપની-બ્રેસિંગ જેવા કર્યો હાથ ધરી હમેશા ખરા અર્થમાં સમાજને મદદરૂપ થવાના કાર્યોનું આયોજન કરવામાં આવે છે.

પ્રદર્શન અને વેચાણ માં અન્ય સંસ્થાઓને પણ મદદરૂપ થવાના ઉમદા હેતુથી અંધજન તાલીમ કેન્દ્ર, રોટરી ક્લબ ઓફ આસ્થાના સહયોગથી ચાલતા માનો-દિવ્યાંગ બાળકોના આસ્થા ડે-કેર સેન્ટર, એનિમલ હેલ્પલાઇન, લીલાવતી નેચર ક્યોર જેવી સંસ્થાઓને વિના-મુલ્યે સ્ટોલ ફાળવી તેમની પ્રવૃત્તિઓને પણ લોકો સુધી પહોડવામાં સહાયરૂપ થવનો સ્તુત્ય પ્રયાશ કરવામાં આવે છે.

- Advertisement -

પ્રદર્શન અને વેચાણ માં દર વરસે ડો. રુપેન દોઢીયા અને તેમના હાઈપર એક્ટીવ ગ્રુપના પરિવારના સભ્યો દ્વારા આયોજિત ફૂડ-કોર્ટની સ્વાદિષ્ટ જૈન વાનગીઓ આરોગવાનું લોકોને અનેરું આકર્ષણ હોય છે. આ વખતે પણ અનેક જૈન-વાનગીઓ પીરસવા માટે આગોતરું આયોજન કરવામાં આવેલ છે. વિશેષતા એ છે કે, ફૂડ-કોર્ટમાં થતા નફામાં પોતા તરફથીવધારી રકમ ઉમેરી અંધજન તાલીમ કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ જામનગર અનુદાનિત માનો-દિવ્યાંગ બાળકોના ડે-કેર સેન્ટર આસ્થાને અર્પણ કરવામાં આવે છે.

પ્રદર્શન અને વેચાણ માંજાહેર જનતા માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે. જન-જાગૃતિના હેતુથી જળ-સંચય, પ્લાસ્ટિક પ્રદુષણ જેવા વિષયો ઉપરના પોસ્ટરની હરીફાઈ ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ, વન મિનીટ ક્વીઝ, મહેંદી હરીફાઈ,હેપી બેબી, વેલ-ડ્રેસ જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે જે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ છે.

દરરોજના મુલાકાતીઓનો રાત્રે મેગા ડ્રો અને ત્રણેય દિવસના મુલાકાતીઓનો સુપર મેગા ડ્રો કરીપ્રદર્શન-સહ-વેચાણના મુલાકાતીઓને ઈનામથી નવાજમાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular