Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવોટર વર્કસ વિભાગના અધિકારી દ્વારા ડી. આઇ. પાઇપલાઇન ફીટીંગ કામગીરીનું નિરીક્ષણ

વોટર વર્કસ વિભાગના અધિકારી દ્વારા ડી. આઇ. પાઇપલાઇન ફીટીંગ કામગીરીનું નિરીક્ષણ

જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ સભ્યોની રજૂઆત ને ધ્યાને લઈને કમિશનર  વિજય કુમાર ખરાડી, ડે. કમિશનર  ભાવેશભાઈ જાની ની સૂચના અનુસાર વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર  પી.સી. બોખાણી દ્વારા સરકારની નલ સે જલ યોજના અન્વયે હાલ પ્રગતિ હેઠળ વોર્ડ નંબર 8માં કામદાર કોલોની અને વોર્ડ નંબર 6 માં આવેલ યોગેશ્વર ધામ સોસાયટીમાં  ડી. આઇ. પાઇપ લાઇન ફીટીંગ ની કામગીરી  નિરીક્ષણ કરાયું હતું.

- Advertisement -

આ બંને વિસ્તારોમાં ચાલતી કામગીરીનું વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર  પી. સી. બોખાણી, નાયબ કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઈ ચારણીયા , નાયબ કાર્યપાલક ઇજનેર નરેશભાઈ પટેલ અને દંડક કેતનભાઇ ગોસરાણી એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરી અંતર્ગત  સાઇટ વિઝીટ  દરમિયાન  સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular