Monday, December 23, 2024
Homeરાજ્યVideo : દ્વારકાના શિવરાજપૂરમાં મલ્લ કુસ્તી મેળાનું આયોજન

Video : દ્વારકાના શિવરાજપૂરમાં મલ્લ કુસ્તી મેળાનું આયોજન

- Advertisement -

દ્વારકા તાલુકાના શિવરાજપૂર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાકુપીર દાદાની દરગાહે પારંપરિક મલ્લ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહાભારત કાળથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખતી મલ્લ કુસ્તી આજે પણ યુવાનોની મનપસંદ છે.

- Advertisement -

દ્વારકા તાલુકાના શિવરાજપૂર ગામે જાકુપીરદાદાની પૌરાણિક દરગાહ આવેલી છે. આ દરગાહે સેંકડો વર્ષથી ભાદરવા મહિનાની પુનમના દિવસે મલ્લ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અહીં મલ્લ કુસ્તી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઓખા મંડળ, બારાડી અને બરડા પંથકમાંથી સેંકડો મલ્લ કુસ્તી બાજો અને હજારજો દર્શકો આ પ્રસંગે હાજર રહ્યાં હતાં. મલ્લ કુસ્તી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનારને આયોજક શિવરાજપૂર ગામ તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular