ભાણવડ ટેલિફોન એકસચેન્જ પાસે આવેલાં પાણીના ખાડામાં ન્હાવા પડેલાં બે બાળકો ડુબી જતાં મૃત્યુ નિપજયું હતું. 12 વર્ષની અંજલી ઇસ્માઇલ રાઠોડ તથા 8 વર્ષના ચંદ્રેશ ઉસ્માન રાઠોડ નામના બે બાળકો પાણીના ખાડામાં ન્હાવા પડતાં ડુબી ગયા હતાં. બંન્ને બાળકોના પાણીના ખાડામાંથી બહાર કાઢી ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જયાં ફરજ પરના તબિબે મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું.
ભાણવડમાં ન્હાવા પડેલ બે બાળકો ડૂબ્યા
ભાણવડ ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડેલા 12 વર્ષની બાળકી અને 8 વર્ષના બાળક નું મૃત્યુ pic.twitter.com/ZBlswTnz3G
— Khabar Gujarat (@khabargujarat) September 12, 2022