Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં યુવતિના મૈત્રી કરારના પ્રકરણમાં બે જૂથ વચ્ચે બઘડાટ

દ્વારકામાં યુવતિના મૈત્રી કરારના પ્રકરણમાં બે જૂથ વચ્ચે બઘડાટ

- Advertisement -

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કરણ ઉર્ફે ગગલો વિજાભાઈ સુજાણી નામના ગઢવી યુવાનના ભાઈએ દ્વારકામાં રહેતા રાજમલ ઉર્ફે રાજલો ગઢવી નામના એક શખ્સની પત્ની સાથે મૈત્રી કરાર કરી પોતાની સાથે લઈ ગયો હોય જે બાબત આરોપી રાજમલ ઉર્ફે રાજલાને સારું ન લાગતા તેમના મિત્રો ઇકો મોટરકારમાં આવ્યા હતા અને ફરિયાદી કરણના મોટરસાયકલ પર તેમના ભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે આરોપી રાજમલ ઉર્ફે રાજલો ગઢવી, જામનગર ખાતે રહેતા મયુરસિંહ ચૌહાણ, બળુભા જાડેજા તથા આયદાન ગઢવી નામના કુલ ચાર શખ્સોએ કુહાડી, લોખંડના પાઇપ તથા સળિયા તેમજ ઢીકા પાટુ વડે માર માર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 324, 323, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ પ્રકરણમાં સામાપક્ષે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા મયુરસિંહ પ્રવિણસિંહ ચૌહાણ (ઉ.વ. 34)એ કરણ વિજાભાઈ સુરાણી અને હરજોગ વિજાભાઈ સુરાણી સામે લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી ફરિયાદીને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાહેદ આયદાનભાઈના કુટુંબી બહેન માલીબેન દ્વારકા તેના સાસરે હોય અને આ કામના આરોપીના ભાઈ માલીબેન સાથે મૈત્રી કરાર કરી પોતાની સાથે લઈ ગયા હોય અને તે બદલ વેલ પેટે રૂપિયા આપેલ ન હોવાથી આ પ્રકરણમાં સાહેદો તથા ફરિયાદી મયુરસિંહ ચૌહાણ આરોપીના ભાઈને સમજાવવા ગયેલ હોય. જ્યાં આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 326, 325, 323, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular