જીવાપર ગામમાં પોલીસે રેઈડ દરમિયાન 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂપિયા 11040નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના રામેશ્વર નગર માટેલ ચોક પાસેથી ચાર શખ્સો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા હતા અને રૂપિયા 4400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જામનગરના મોટા પીર ના ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 2 શખ્સો પોલીસે ઝડપી લઇ 2700 મુદ્દામાલ કબજે કર્યો હતો. અને 4 શખ્સો નાસી જતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી.
જુગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જીવાપર ગામમાં રાણા સાહેબ ના દવાખાના પાછળ ઝુંપડા પાસે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઇબ્રામ ઈસા લાકડીયા, બાબુ જીવા પરમાર, સાગર કાના રાઠોડ, ગોવિંદ રત્ના ભરવાડીયા, જલા કમા કાપળી, દેવા જલા રાઠોડ નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂપિયા 11040 રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બીજો દરોડો જામનગર શહેરના રામેશ્વર નગર માટેલ ચોક પાસે તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જીતેન્દ્ર લક્ષ્મીદાસ કનખરા, ગંગારામ રિજુમલ તન્ના, નંદલાલ જેનુમલ વઢવાણી અને બહાદુરસિહ શિવુભા જાડેજા નામના ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને રૂપિયા 4400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ત્રીજો દરોડો જામનગરમાં મોટા પીર ના ચોકમાં જાહેરમાં જુગાર ઘોડીપાસાનો જુગાર રમતા મોઈન ઈકબાલ બકાલી, મુસ્તકીમ મહમદ ફૂલવારા ને ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપી લઇ રૂ. 2700ની રોકડ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધા હતા. અને રેઇડ દરમ્યાન રફીક ઉર્ફે ચૂહો મેમણ, ખલીલ ગરાણા, મમુળી બાપુ તથા એઝાઝ મીઠવાણી નામના 4 શખ્સો નાસી જતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરી હતી.