- Advertisement -
રાજ્યના વાસ્મો વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની પડતર માંગણીઓના અનુસંધાને સમગ્ર રાજ્યભરના જુદા જુદા વિસ્તારોમાં આંદોલન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ગ્રામ્ય પેયજળ યોજના સાથે સંકળાયેલી વાસ્મોના કર્મચારીઓ દ્વારા વાસ્મો સર્વિસ- 2002ના અમલીકરણ, આ કર્મચારીઓને નિયમિત કર્મચારી ગણી અને તે મુજબના લાભો આપવા, દરેક કર્મચારીઓને પી.એફ.નો લાભ આપવા, મળવા પાત્ર ગ્રેચ્યુઈટી સમયસર ચૂકવવા, દર ત્રણ વર્ષે પોસ્ટ અપગ્રેડ કરવી, સહિતની પડતર માંગણીઓના મુદ્દે સરકાર સમક્ષ અગાઉ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ તેમની માંગણીઓનું નિરાકરણ આવ્યું નથી.
આ મુદ્દે ગત તારીખ પાંચથી તારીખ 12 સપ્ટેમ્બર સુધી વાસ્મો કચેરીના કર્મચારીઓ દ્વારા આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કર્મચારીઓ પણ જોડાયા છે. વાસ્મો કર્મચારીઓએ મંગળવારે સમાન કામ સમાન વેતનની માંગણી સાથે કાળીપટ્ટી ધારણ કરી અને દેખાવ કર્યા હતા. આ ઉપરાંત તારીખ 8 તથા 9 ના રોજ પેનડાઉન મારફતે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે આગામી તારીખ 12 સપ્ટેમ્બરમાં રોજ માસ સી.એલ. સાથે અચોક્કસ મુદ્દત સુધી આંદોલન હાથ ધરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
- Advertisement -