જામનગર શહેરના લાલબંગલા સર્કલમાં આધારકાર્ડ કેન્દ્ર ખાતે આજ રોજ મહિલાઓ વચ્ચે કોઇ બાબતે બબાલ સર્જાય હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી.
લાલબંગલા સર્કલ ખાતે આવેલ આધારકાર્ડ કેન્દ્રમાં આજરોજ મહિલાઓ વચ્ચે બબાલ સર્જાય હતી. આ અંગે મળતી માહિતી અનુસાર પૈસાની લેતી-દેતી બાબતે મહિલાઓ વચ્ચે ડખ્ખો થયો હતો. મહિલાઓ વિફરતા ગાળોની રમઝટ વચ્ચે સામસામી મારામારી થતાં આ વિસ્તારમાં લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતાં. આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ ટીમ દોડી ગઇ હતી અને મામલો થાળે પાડયો હતો.