જામનગર શહેરના 49 દિ.પ્લોટમાં ઓધવરામનગરમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા 60 બોટલ દારૂ મળી આવતા નાસી ગયેલા શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ 49 રોડ પરના વિસ્તારમાં રહેતાં કિશોર લક્ષ્મીદાસ દામા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.30 હજારની 60 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી કિશોરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.