જામનગર અને દ્વારકા જિલ્લા કચેરી દ્વારા ખાતાના વડા નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા તંત્ર ગુજરાત રાજયની રાહબરી હેઠળ તોલમાપ કાયદાની અમલવારી બાબતે કાર્યવાહી કરવામાં આવે છે.આ જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં વજનમાપના સાધનો ની વાર્ષિક તથા દ્રી વાર્ષિક ચકાસણી મુદ્રાકન ફી પેટે રુપિયા ૧ ૫૨,૩૮,૩૨૦ તથા લેટ ફી પેટે રુપિયા ૧,૮૦,૫૧૩ વસુલ કરવામા આવેલ હતી. તેમજ વર્ષ દરમિયાન વિવિધ એકમોની ઓચિંતી તપાસ યોજાઇ હતી જેમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ , મેડીકલ એજંસી, અનાજ કરિયાણા, મિઠાઇ ફરસાણ, હોટેલ રેસ્ટોરન્ટ, હાર્ડવેર અને અન્ય ઇંડ્સ્ટ્રીજ અને વિવિધ એકમોની તપાસ કરતા આશરે કુલ ૧૫૦૦ એકમોની તપાસ કરવામા આવેલ. જેમાથી ૧૦૭ એકમો સામે વજન માપ કાયદા હેઠળ રુ. ૭૨૭૦૦તથા પીસીઆર નિયમો ના ભંગ બદલ ૧૮ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા ૫,૫૦,૦૦૦ગુંન્હા માંડવાળ ફ્રી વસુલ કરવામા આવેલ. આમ જિલ્લા માં કુલ ૧૨૫ એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરી રૂપિયા ૬,૨૨૭૦૦ ગુન્હામાંડવાળ ફી વસૂલ કરવા કરવામાં આવેલ છે.
આ કામગીરી જિલ્લા તોલમાપ અધિકારી જે. એચ. આદેશરા, કચેરી ના નિરિક્ષકો ડો. પી.ડી.સોલંકી, વી. એન .રાઠૉડ, યુ. બી. પટેલ ,બી.જે. ગોસાઇ અને કે. આર.વરુ દ્વારા તેમ કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી જામનગર.અને દ્વારકા જિલ્લાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.