‘આપ’ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આજે દ્વારકા આવવાના છે. જામજોધપુરના નંદાણા ગામેથી આમ આદમી પાર્ટીના જિલ્લા કિશાન મોરચાના સચિવ પ્રવિણભાઇ નારીયા સાથે આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખાનગી બસો દ્વારા દ્વારકા રવાના થતાં આમ આદમી પાર્ટીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.