રસીકરણ પર ભારતના રાષ્ટ્રીય ટેકનીકલ સલાહકાર સમૂહ (એનટીએજીઆઈ)ના અધ્યક્ષ ડો. એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે કોરોના હવે સામાન્ય ઈન્ફલુએંજા (સર્દી-ઉધરસ)નું રૂપ લઈ રહ્યો છે. દેશ એવી સ્થિતિએ પહોંચ્યો છે જયાં લોકો સામાન્ય દિનચર્યા ચાલુ રાખી શકે છે.
કેસ ઉપર-નીચે જઈ રહ્યા છે, આમ કેમ?: માર્ચ આસપાસ એક દિવસમાં લગભગ 1000 નવા કેસ બહાર આવતા હતા. જૂન-જુલાઈમાં તે 15 હજારથી 20 હજાર થઈ ગયા હતા. પછી છેલ્લા ત્રણ સપ્તાહથી કેસમાં કમી આવવા લાગી હતી. એ કહેવું સંભવ નથી કે આમ કેમ થઈ રહ્યું છે, પણ કેટલાક કારણ છે, જેનાથી કેસ વધે-ઘટે છે. પ્રથમ-લોકો યાત્રા કરે છે તો સંક્રમણ ઝડપથી ફેલાય છે, બીજું, ઓમીક્રોનના અને સબલાઈનેજ (પેટાવંશ) બહાર આવી રહ્યા છે.
તો શું કોરોના પહેલા જેવો નહીં રહે?: વર્તમાન કોરોના વેરીએન્ટ કે ઓમીક્રોન ઓછો ગંભીર રહ્યો છે. માત્ર એવા લોકોમાં તે ગંભીર રહ્યો છે જેમને અગાઉથી જ અનેક બીમારીઓ છે, જેમકે હૃદયરોગ, કીડનીની બીમારી વગેરે. મુખ્યત્વે કોરોનાથી ગંભીર બીમારી નથી થઈ રહી પરંતુ આપણે સાવધાન રહેવું પડશે. ભારતમાં અનેક નવા કોવિડ રસી પર કામ થઈ રહ્યું છે.