ખંભાળિયા નજીક આવેલા કાગડાધાર વિસ્તારમાં આરટીઓ સર્કલ પાસે અહીંના સુમરા તરધરી ગામના આમદભાઈ કાસમભાઈ ખીરા નામના 60 વર્ષના મુસ્લિમ વૃદ્ધને અત્રે ધરારનગર વિસ્તારમાં રહેતા ઈકબાલ કાસમ મથુપોત્રા, ફિરોજ ઉર્ફે રૂસ્તમ નુરમામદ મથુપોત્રા અને મામદ ઇબ્રાહીમ મથુપોત્રા નામના ત્રણ શખ્સોએ એક સંપ કરી, ધોકા વડે બેફામ માર માર્યાની તથા ઢિકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી આદમભાઈએ આરોપી ઈકબાલ પાસે મજૂરી કામના રૂપિયા 2,500 માંગતા આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવવા અંગે પોલીસ આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.


