Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઇન્સ્યોરન્સ કંપનીએ ઇલેકટ્રોનીકસની પેઢીના માલિકને વ્યાજ સહિત વળતર ચુકવવાનો હુકમ

ઇન્સ્યોરન્સ કંપનીએ ઇલેકટ્રોનીકસની પેઢીના માલિકને વ્યાજ સહિત વળતર ચુકવવાનો હુકમ

જામનગરમાં વિ. વિ. ઈલેકટ્રોનીકસ નામથી પેઢી ધરાવતા વિરલ પ્રવિણભાઈ વશીયર એ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પોતાની પેઢીના નામે રૂા. 6,95,000ની કેસ ક્રેડીટ ફેસીલેટી (સી. સી.) લોન લીધી હતી તેની સાથે સાથે ચોલામંડલ્મ એમ. એસ. જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી દુકાનના માલ-સામાન સહિતનો રૂા.7,00,000 ભુંકપ તથા આગનો વિમો લીધો હતો. તા.ર0/06/2019 ના રોજ શોટ શર્કિટના કારણે આગમાં દુકાનનો ઘણો માલ બળીને ખાખ થઈ ગયો હતો. જેથી ફરીયાદી દ્વારા બેંક તથા વિમાં કંપનીને અવાર-નવાર લેખિત તથા મૌખિક જાણ કરવા છતા સામાવાળાઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી ફરીયાદીએ જામનગરની જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. આ ફરીયાદ ગ્રાહક અદાલતમાં ચાલી જતા ફરીયાદીના વકિલ નીતલ એમ. ધ્રુવની તમામ દલીલો ધ્યાને લઈ ચોલામંડલ્મ એમ. એસ. જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને રૂા. 3,37,911 વાર્ષિક 6% ફરીયાદની તારીખથી જયાં સુધી રકમ ન ચુકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો તથા રૂા.5,000 ફરીયાદીને માનસિક ત્રાસ પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

- Advertisement -

વિ. વિ. ઈલેકટ્રોનીકસ પેઢી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), પુજા એમ. ધ્રુવ(એડવોકેટ), ધર્મેશ વી. કનખરા (એડવોકેટ), ધ્વનીશ એમ.જોશી (એડવોકેટ) તથા આશીષ પી.ફટાણીયા (એડવોકેટ) રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular