ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર દ્વારા ફેબ્રુઆરી-2022માં (ઓક્ટોબર-2021) લેવાયેલ આયુર્વેદાચાર્ય (બી.એ.એમ.એસ.) પ્રથમ પ્રોફેશનલ વર્ષ, દ્વિતીય પ્રોફેશનલ અને તૃતીય પ્રોફેશનલ વર્ષની ફોરેનર્સ વિધાર્થીઓની કમ્બાઈંડ લેવાયેલ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જે અંતર્ગત ફેબ્રુઆરી-2022, આયુર્વેદાચાર્ય ફર્સ્ટ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઠાકર ઝરણા વિજયભાઈ, નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજ અમરેલી, કુલ ગુણ 644, બીજા ક્રમાંકે ગોંડલીયા પાયલ શૈલેષભાઇ, જે.એસ. આયુર્વેદ કોલેજ નડીઆદ, કુલ ગુણ 626, ત્રીજા ક્રમાંકે આનંદપરા આશના રવીનભાઈ, જે.એસ. આયુર્વેદ કોલેજ નડીઆદ, કુલ ગુણ 615, ચોથા ક્રમાંકે બારોટ આશા મયૂરકુમાર, જે.એસ. આયુર્વેદ કોલેજ નડીઆદ, કુલ ગુણ 609 અને પાંચમા ક્રમાંકે શાહ પ્રિષા ફેનલ, જે.એસ. આયુર્વેદ કોલેજ નડીઆદ, કુલ ગુણ 608- આ પાંચ વિધાર્થીઓએ પ્રથમ વર્ષમાં ઉચ્ચ ગુણ મેળવ્યા છે.
ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય સેકન્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ પરીક્ષિત રસિકકુમાર, મંજુશ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ પીપળજ, , કુલ ગુણ 578, બીજા ક્રમાંકે બોડા પ્રિંસ કૃષ્ણકાંતભાઈ, ઇવા કોલેજ ઓફ આયુર્વેદ સુપેડી, કુલ ગુણ 565, ત્રીજા ક્રમાંકે મંસૂરી રુષદાહ નાસિરહુસેન, ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ કોલવડા, કુલ ગુણ 559, ચોથા ક્રમાંકે ભારતી ખુશી અનીલકુમાર, આર.એમ.ડી. આયુર્વેદ કોલેજ વાગળધરા, કુલ ગુણ 558, પાંચમાં ક્રમાંકે સંયુક્ત રીતે સોની દ્રષ્ટિ કેયુરકુમાર, જે.એસ. આયુર્વેદ કોલેજ, કુલ ગુણ 556 અને ઝાલા જયદીપસિંહ પ્રદીપસિંહ, મંજુશ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ પીપળજ, કુલ ગુણ 556- આ પાંચ વિધાર્થીઓએ બીજા વર્ષમાં ઉચ્ચ ગુણ મેળવ્યા છે.
ફેબ્રુઆરી-2022 આયુર્વેદાચાર્ય થર્ડ પ્રોફેશનલ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે કાનાણી જાનકી પ્રવીણભાઈ, શેઠ જે.પી. આયુર્વેદ કોલેજ ભાવનગર, કુલ ગુણ 567, બીજા ક્રમાંકે પાટીલ ભાગ્યશ્રી ચતુરભાઈ, જી.જે. પટેલ આયુર્વેદ કોલેજ ન્યુ વી.વી. નગર, કુલ ગુણ 543, ત્રીજા ક્રમાંકે પટેલ નીમાબેન સુરેશભાઈ, ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ વડોદરા, સીટ નંબર 30075, કુલ ગુણ 526, ચોથા ક્રમાંકે કાલરીયા રચનાબેન દિનેશભાઇ, જી.જે. પટેલ આયુર્વેદ કોલેજ ન્યુ વી.વી. નગર, કુલ ગુણ 523, પાંચમા ક્રમાંકે સંયુક્ત રીતે શાહ અંજલિ દિનેશભાઇ, જે.એસ. આયુર્વેદ કોલેજ નડીઆદ, કુલ ગુણ 522 અને પટેલ ખુશી મિતેષકુમાર, જે.એસ. આયુર્વેદ કોલેજ નડીઆદ, કુલ ગુણ 522- આ પાંચ વિધાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.