વિશ્ર્વભરમાં ખંભાળિયા શહેરના શિવાલયો ઘી ની મહાપૂજા માટે વિખ્યાત છે. અહીંના વિવિધ પ્રાચીન મંદિરોમાં ભગવાન શિવની ઘી ની મહાપૂજાના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તો લ્યે છે.
ખંભાળિયાના પુરાણ પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ, શ્રી પાળેશ્વર મહાદેવ, શ્રી શરણેશ્ર્વર જલારામ મંદિર પરિસરમાં આવેલા શ્રી રામેશ્ર્વર મહાદેવ વિગેરે શિવાલયોમાં વિશિષ્ટ પૂજાના દર્શન યોજાયા હતા. ગ્રામ્ય પંથકના જાણીતા બજાણાના શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવ, દાત્રાણા ગામના દંતેશ્ર્વર મહાદેવ, વડત્રામાં ધીંગેશ્ર્વર મહાદેવ, કોટા ગામે કોટેશ્ર્વર મહાદેવ વિગેરે સ્થળોએ પણ શિવભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસની અમાસ નિમિત્તે ખામનાથ મહાદેવના મંદિરે માર્કન્ડેય ઋષિની મહાપૂજાના દર્શન યોજાશે.


