- Advertisement -
દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં સ્થાનિક પોલીસે શનિવારે જુગાર દરોડો પાડી, દેવરાજ સામત મોરી, રમેશ બબાભાઈ પંડત, રાજેશ મેકરણભાઈ કરમટા, રમેશ કાનાભાઈ મોરી, કરસન ભીમશીભાઈ નાગેશ અને જાલુ પુંજા નાગેસ નામના છ શખ્સોને ઝડપી લઈ, રૂ. 34,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય દરોડામાં દ્વારકા પોલીસે આનંદ ચોક વિસ્તારમાંથી રવિ સાજણ ધાંધર, મનુ માંડણ કરમટા, જગા સાજણ ધાંધર, ઈશ્વર રઘુભાઈ કરમટા અને પબા વિરમ મોરી નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 14,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભાણવડ પોલીસે ગાયત્રીનગર વિસ્તારમાંથી જયેશ કરણા માડમ, હિતેશ ધીરજલાલ લશ્કરી, નગા કરણા માડમ અને કાના કરસન લગારીયા નામના ચાર શખ્સોને રૂપિયા 5,460 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
- Advertisement -