Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયા નજીક ટ્રેક્ટરની અડફેટે યુવાનનું કરુણ મૃત્યુ

ખંભાળિયા નજીક ટ્રેક્ટરની અડફેટે યુવાનનું કરુણ મૃત્યુ

- Advertisement -
ખંભાળિયાથી આશરે ચાર કિલોમીટર દૂર વિરમદળ ગામ તરફ જતા માર્ગે ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 11- 1610 નંબરના ટ્રેક્ટરના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા ભરતભાઈ માલાભાઈ મુછડીયા નામના 29 વર્ષના યુવાનને અડફેટે લેતાં તેમને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના નાનાભાઈ બાલુભાઈ માલાભાઈ મુછડીયા (ઉ.વ. 26, રહે. ખજુરીયા) ની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રેકટરના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304(અ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular