Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઅરવલ્લીની ભુમી પરથી મુખ્યમંત્રીએ રાજયના નાગરીકોને પાઠવી સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા

અરવલ્લીની ભુમી પરથી મુખ્યમંત્રીએ રાજયના નાગરીકોને પાઠવી સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિવસે રાજયના સરકારી કર્મચારીઓને 3 ટકા ડીએની ભેટ

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાની સમર્થ ભૂમી પરથી 76માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી દરમિયાન આજે તિરંગો લહેરાવી તેને સલામી આપી ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી. વિશ્વની પ્રાચીનતમ ગીરીમાળા એવી અરવલ્લીના ખોળે વસેલા મોડાસાના આંગણેથી રાજ્યના સૌ નાગરિકોને 76માં સ્વાતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારત દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવી આઝાદ લોકતાંત્રિક ભારતની સ્થાપના કરનાર વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે. ભારતની આઝાદીની સંઘર્ષ યાત્રા ખૂબ જ લાંબી છે. બ્રિટિશ હુકુમત સામે ચાલેલી આ લડત દેશ આખો એક બની લડ્યો હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતની ધરાના બે સપૂતો ગાંધીજી અને સરદાર સાહેબે લીધું હતું. સાથે-સાથે સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અશફાક, ચંદ્રશેખર આઝાદ, લાલ-બાલ-પાલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓના સાહસે પણ બ્રિટિશ હુકુમતના ગઢમાં ગાબડા પાડ્યા હતાં. એટલું જ નહીં સરદાર સાહેબે આઝાદી બાદ ભારતને ભૌગોલિક રીતે એક કરવાનું મહાન કામ કર્યું. આઝાદીના 75 વર્ષ પછી આજે ભારત જ્યાં ઉભું છે, ભારતે જે પ્રગતિ કરી છે તેના પાયામાં આ સ્વતંત્ર વીરોનું બલિદાન જ છે.

- Advertisement -

વીર સપૂતોના સાહસ, શૌર્યનું દેશવાસીઓને સતત સ્મરણ રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતાના 75માં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો કોલ આપ્યો. 12મી માર્ચ 2021 થી 15 ઓગસ્ટ 2023 સુધી 75 અઠવાડિયા લાંબો આ આઝાદીનો અમૃત મહોત્સવ તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરાવ્યો.

આઝાદીના અમૃત મહોત્સવે દેશભરમાં એક નવી ચેતના, નવી પ્રેરણા, નવા ઉમંગનો સંચાર કર્યો છે. મુખ્યમંત્રીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, કરોડો ગુજરાતીઓએ ’હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવ્યું છે. વડાપ્રધાનની વિઝનરી લીડરશીપ આ દેશને મળી તે આપણું સૌભાગ્ય છે.

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલી મહત્ત્વ પૂર્ણ જાહેરાતો

  • રાજય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા.01/01/2022 થી 3 ટકાનો વધારો
  • આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળશે. તા.01/01/2022થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.
  • ત્યારે પ્રથમ હપ્તો ઑગસ્ટ-2022, બીજો હપ્તો સેપ્ટેમ્બર-2022ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે.
  • મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.
  • રાજ્યના બધા જ 250 તાલુકાના 71 લાખ એનએફએસએ કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ 1કિલો ચણા આપવામાં આવશે.
  • રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. 10,000/- પ્રતિ માસમાં વધારો કરીને રૂ. 15,000/- કરવામાં આવશે.
  • રાજયમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.
  • રાજયના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. 367 કરોડના ખર્ચે નવી 1200 બીએસ-6 બસ સેવામાં મુકવામાં આવશે.
  • રાજયના 50 બસ મથકોએ નાગરિક સુવિધા માટે એટીએમ મુકવામાં આવશે.
  • વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.
  • એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે 50 બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે 3 કરોડ રૂપિયા ફાળવવમાં આવ્યા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular