જામનગર શહેરમાં લમ્પિરોગને કારણે અનેક પશુઓના મોત થયા છે. જે અંગે તેમજ આ અંગેની ઘોર બેદરકારી અંગે તંત્રે અનેક વખત રજૂઆત કરી પણ તંત્ર ધ્યાન આપતું નહતું. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જામનગર મુકામે લમ્પિ વાયરસના પગલા લેવા અંગે મિટિંગ બોલાવેલ હતી. ત્યારે તેની રજૂઆત કરવા વિરેન્દ્રસિંહ જાડેજાએ સમય પણ માગ્યો હતો. પણ મુલાકાતનો સમય ન આપેલ. ત્યારે ગૌવંશની કપરી હાલત જોઇ ક્ષત્રિય વિરેન્દ્રસિંહે આત્મ વિલોપન કરવા આવતા પોલીસે આ આત્મવિલોપનો પ્રયાસ નિષ્ફળ બનાવેલ હતો. પરંતુ પોલીસ દ્વારા દિગુભા તથા પાર્થ પટેલ ઉપર ખોટી કલમો લગાવી કલમ 307 જેવો ગંભીર ગુનો ખોટી રીતે દાખલ કરેલ હતો. આ અંગે હિન્દુ સમાજ અને રાજપૂત સમાજની લાગણી દુભાતા જામજોધપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા તેમજ વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં રેલી કાઢી હતી. જેમાં રાજપૂત સમાજના જામનગરના અગ્રણી કાંતુભા જાડેજા, જામજોધપુર તાલુકા રાજપૂત


