ભાનુશાળી ફલિયા પરિવારના આનંદ જતિન ફલિયા (ઉ.વ.19)કોમર્શિયલ પાઇલોટ બનવા માટેની નેવીગેશન મટિરિયલોજી એન્ડ એર રેગ્યૂલેશન્સ એમ ત્રણેય પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરીને સાથોસાથ તેની સંલગ્ન ડીજીસીએ મેડિકલ કલાસ-2 અને કલાસ-1 પણ પૂર્ણ કરીને ગત તા. 12-2-2022ના રોજ ન્યુયોર્ક (અમેરીકા) પાયલોટ તરીકેનું લાયસન્સ મેળવવા માટે ગયા હતાં અને પાયલોટ બનવવા માટેની ખૂબ જ જરુરી એવી કઠિન ટ્રેનિંગ અમેરિકાના નિયામી ખાતે લીધી હતી. તે દરમિયાન અંતમાં સોલો એક્ઝામ કહેવામાં ફકત પાયલોટ ટેકઓવર કરે અને તેની સાથે અન્ય કોઇપણ વ્યક્તિ ન હોય અને ટેકવોર પણ તેણે જ કરવાનું હોય તે પરીક્ષા પણ સફળતાપૂર્વક પાર કરતા તેને નિયામી ખાતે ખાનગી પ્લેન ઉડાવવા માટે પાયલોટ તરીકેનું લાયસન્સ એનાયત કરવામાં આવ્યું હતું. જે અંગે હર્ષ વ્યક્ત કરતાં તેમના દાદા 94 વર્ષીય હરીભાઇ ફલિયા જેઓ આધુનિક ખેતીના પ્રણેતા રહેવા પામેલ છે. તેઓએ જણાવેલ કે, આનંદે અમારા પરિવાર અને ભાનુશાળી જ્ઞાતિની સાથે જામનગરનું પણ ગૌરવ વધારેલ છે. તેનો અમને આનંદ છે અને હજૂ વધુને વધુ પ્રગતિ કરી ભાનુશાળી સમાજનું નામ ઉજ્જવળ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ આનંદે નેવીગેશન, મેટ્રોલોજી અને એરરેગ્યૂલેશનની ત્રણેય પરીક્ષા પહેલા પ્રયાસે પાસ કરી હતી અને ડીજીસીએના નિયમ અનુસાર મેડિકલ્સ પણ કલાસ-1 અને 2 પાસ કર્યા હતાં અને ત્યારબાદ નિયામી ખાતે તેણે આ વધુ પાયલોટનું લાયસન્સ મેળવી સિધ્ધિ મેળવતા ભાનુશાળી સમાજે હર્ષ વ્યક્ત કર્યો હતો.