ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ 7 ઓગસ્ટ 2022ના રોજ દેશનું નવું રોકેટ લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી લોન્ચિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. EOS02 અને AzaadiSATઉપગ્રહોને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલમાં મોકલવામાં આવ્યા છે. લોન્ચિંગ સફળ રહ્યું. રોકેટે યોગ્ય રીતે કામ કરતા બંને સેટેલાઈટ્સને તેમની નિર્ધારિત કક્ષામાં પહોંચાડી દીધા હતા. રોકેટ અલગ થઈ ગયું પરંતુ ત્યારબાદ સેટેલાઈટ્સ પરથી ડેટા મળવાનો બંધ થઈ ગયો છે. ઇસરોના પ્રમુખ એસ સોમનાથને કહ્યું કે, ઈસરો મિશન કંટ્રોલ સેન્ટર સતત ડેટા લિંક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. લિંક સ્થાપિત થતાં જ અમે દેશને જાણ કરીશું. EOS02 એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે.